Aloo Samosa Recipe: આલુ મટર સમોસા બનાવવાની રીત


By Vanraj Dabhi18, Mar 2025 04:42 PMgujaratijagran.com

સમોસા રેસીપી

ટેસ્ટી અને ક્રીસ્પી સમોસા દરેક લોકોને પસંદ હોય છે, પરતું તે ઘરે પરફેક્ટ બનતા નથી, ચાલો જાણીએ સરળ રીત.

સામગ્રી

મેંદો,ઘઉનો લોટ, મીઠું, દેશી ઘી, પાણી, તેલ, બટાકા, ડુંગળી, વટાણા, કોથમરી, લીલા મરચા, આદુ, નાળિયેર, જીરુ, હિંગ, મીઠા લીમડાના પાન, ધાણાજીરુ પાવડર, ગરમ મસાલો, આમચુર પાવડર, ખાંડ પાવડર.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો,ઘઉનો લોટ,મીઠું અને તેમાં થોડું તેલ કે ઘી ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-2

હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધી થોડી વાર સેટ થવા દો અને પછી તેના લૂઆ બનાવીને રોટલી વણી લો.

સ્ટેપ-3

હવે સ્ટફિંગ માટે બટાકા,વટાણાને બાફી લો અને ડુંગળી,કોથમરી,આદું-મરચા, નારિયેળને મિક્સર જારમાં નાખીને અધકચરું પીસી લો.

સ્ટેપ-4

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું,હીંગ,મીઠા લીમડાના પાન નાખી અને કોથમરી,આદુ-મરચાની પેસ્ટ ઉમેરીને સાંતળી લો.

સ્ટેપ-5

હવે તેમાં બાફેલા વટાણા,ધાણાજીરું,ગરમ મસાલો,આમચૂરણ પાવડર,મીઠું,ડુંગળી,બટાકાની મેશ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-6

હવે આ સ્ટફિંગને એક બાઉલમાં કાઢી તેમાં દળેલી ખાંડ,કોથમરી ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-7

હવે રોટલીને રોલ કરી બંને બાજુના ભાગને છરીથી કટ કરી અને બે ભાગ કરી લો,સમોસાની પટ્ટ ચીપકાવવા માટે એક વાટકીમાં ઘઉનો લોટ અને થોડું પાણી નાખીને મિશ્રણ તૈયાર કરી લો.

સ્ટેપ-8

હવે રોટલીને ત્રીકોણ આકર બનાવી તેમાં સ્ટફિંગ ભરીને પટ્ટીને ચીપકાવો અને એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

વાંચતા રહો

સમોસા ગરમા-ગરમ સર્વ કરી શકો છો, આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Tamarind Chutney Recipe: ખાટી મીઠી આમલીની ચટણી બનાવાની રીત