આમલીની ચટણીએ એક ખાટી મીઠ્ઠી અને ટેસ્ટી રેસીપી છે, તમે તેને ગાઠિયા, ભજીયા, વેફર્સ વગેરે સાથે સર્વ કરી શકો છો.
ગોળ, સાકર, આંબલી, લાલ મરચું, જીરું પાઉડર, સંચળ, મીઠું.
સૌ પ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરી તેમાં આંબલી નાખીને ઉખાળી લો.
હવે તેમાંથી આમલીના બીજને અલગ કરી હેન્ડ બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરી લો.
આ મિશ્રણને એક ગરણી વડે ગાળી લો અને તેમાં 1/2 કપ પાણી ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો.
હવે ચટણી માટે એક પેનમાં ગોળ ઓગાળીને તેમાં મીઠું,સંચળ,લાલ મરચું અને જીરું પાઉડર ઉમેરીને બધું બરાબર હલાવી લો.
ચટણી તૈયાર છે તેને તમે એરટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝરમાં પાંચ થી છ મહિના સુધી સ્ટોર કરી શકાય છે.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.