Bajra Methi Dhebra: બાજરી મેથીના ઢેબરાની રેસીપી


By Vanraj Dabhi08, Dec 2024 02:15 PMgujaratijagran.com

બાજરી મેથીના ઢેબરા

શિયાળાની ઋતુમાં સાંજના નાસ્તામાં અથવા જમવા માટે બનાવવામાં આવે છે અને દહીંની સાથે સર્વ કરવામાં આવે છે.

સામગ્રી

બાજરીનો લોટ, મેથીની ભાજી, લીલા મરચાં, ધાણાજીરું,તલ, હળદર, લાલ મરચું પાઉડર, દહીં, મીઠું, તેલ.

સ્ટેપ- 1

એક બાઉલમાં બાજરીનો લોટ,સમારેલી મેથીની ભાજી,ધાણા જીરું પાઉડર,લાલ મરચું પાઉડર,હળદર,દહીં,તલ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો.

સ્ટેપ- 2

હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીનેને પરોઠાના માટેના લોટની જેમ થોડો કઠણ લોટ બાંધી લો.

સ્ટેપ- 3

હવે લોટમાંથી લીંબુ જેવડા લુઆ બનાવી તમારી હથેળીથી દબાવીને ગોળાકાર ઢેબરા બનાવો.

સ્ટેપ- 4

હવે એક કડાઈમાં મધ્યમ આંચ પર તેલ ગરમ કરીને ઢેબરાને બનેં બાજુ હળવા બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

સર્વ કરો

મેથીના ઢેબરા રેસીપી સર્વ કરવા માટે તૈયાર છે, તમે તેને દહીં,અથાણાં કે ચા સાથે પૌષ્ટિક નાસ્તાનો સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Khichu Balls Recipe: વિન્ટર સ્પેશિયલ ખીચું બોલ્સની રેસીપી