Khichu Balls Recipe: વિન્ટર સ્પેશિયલ ખીચું બોલ્સની રેસીપી


By Vanraj Dabhi08, Dec 2024 12:46 PMgujaratijagran.com

ખીચું બોલ્સ

ખીચુ એ એક ગુજરાતી નાસ્તાની પરફેક્ટ વાનગી છે. જે સાંજના સમયે ખાવાની મજા આવે છે, આજે અમે તમને ખીચું બોલ્સની રેસીપી જણાવીશું.

સામગ્રી

ચોખાનો લોટ, તલ, પાણી, લીલા મરચાં, મીઠું, જીરુ, બેકિંગ સોડા, કોથમરી, તેલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પેનમાં પાણી ગરમ કરી તેમાં તલ, મરચાની પેસ્ટ, બેકિંગ સોડા ઉમેરો.

સ્ટેપ-2

હવે તેમાં મીઠું, કોથમરી,જીરુ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં થોડો થોડો ચોખાનો લોટ ઉમેરતા જાવ અને વેલણ વડે મિક્સ કરો.

સ્ટેપ-4

બરાબર મિક્સ થઈ ગયા પછી આ મિશ્રણમાંથી હાથ વડે તેના બોલ્સ બનાવી સ્ટીમ કરી લો.

સર્વ કરો

તૈયાર છે ગુજરાતી ખીચું, તમે ઉપર તેલ અને મરચું છાંટીને ગરમ ગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Carrot Halwa: ગાજરનો હલવોની રેસીપી