તમે આલુ ટિક્કી, બ્રેડ ટિક્કી અને બીટરૂટની ટિક્કી ટરાય કરી હશે, આજે અમે તમને લીલા વટાણાની ટિક્કીની રેસીપી જણાવીશું.
લીલા વટાણા, બેસન, ચોખાનો લોટ, લીલા મરચાં, આદુ, કોબી, ડુંગળી, તલ, અજમો, હિંગ, હળદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું, ચાટ મસાલો, કોથમરી.
સૌ પ્રથમ એક મિક્ષર જારમાં લીલા મરચાં, આદુ, જીરું અને લીલા વટાણા ઉમેરીને ગ્રાઈન્ડ કરીને એક વાસણમાં કાઢી લો.
હવે તેમાં કોબીજ ગ્રાઈન્ડ કરી એક બાઉલમાં કાઢી તેમાં તલ, હિંગ, હળદર, મરચું પાઉડર, ધાણાજીરું, મીઠું અને કોથમરી ઉમેરો.
હવે તેમાં ચણાનો લોટ અને ચોખાનો લોટ ઉમેરીને મિક્સ કરી લો.
હવે તૈયાર કરેલ મિશ્રણમાંથી હાથ વડે ટિક્કી બનાવી લો.
હવે એક નોન સ્ટીક પેનમાં તેલ ગરમ કરી તેમાં ટિક્કીને તેલમાં તળી લો.
તૈયાર છે લીલા વટાણાની ટિક્કી, તમે સોસ સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.