ફરસી પુરી ઘણી પ્રકારના લોટમાંથી મબતી હોય છે, જેમ કે મેંદા, ઘઉ, ચોખા વગેરેમાંથી ફરસી પુરી બનાવી શકાય છે, આજે અમે તમને મેથી અને ઘઉંના લોટની ફરસી પુરી બનાવવાની રેસીપી જાણીશું.
ઘઉંનો લોટ, મીઠું, મેથી, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર, જીરું, ચાટ મસાલો, કસુરી મેથી, ઘી, તેલ.
સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ ચાળી એમાં હાથે થી મસળીને મેથી, જીરું, મરી, હળદર, સફેદ તલ અને મીઠું નાખી બરોબર મિક્સ કરી લો.
હવે તેમાં થોડું તેલ અને પાણીન નાખીને કઠણ લોટ બાંધીને તેને ઢાંકીને 30 મિનીટ કલાક મૂકી દો.
હવે લોટને ફરીથી મસળીને નાના નાના લુવા બનાવીને પાતળી પુરી બનાવી લો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં પુરી નાખી ધીમા તાપે પુરી ક્રિસ્પી તળી લો.
તૈયાર છે ઘઉંનો લાટની ક્રિસ્પી ફરસી પુરી તમે સર્ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.