Vatidal Khaman Recipe: સુરતનું ફેમસ વાટેલી દાળના ખમણ ઘરે પરફેક્ટ રીતે બનાવો


By Vanraj Dabhi06, Mar 2025 09:56 AMgujaratijagran.com

સુરતી ખમણ

સુરતની ઘણી વાનગીઓ ફેમસ છે, તે પૈકીની એક વાટી દાળ ખમણ છે, જે દરેક લોકોએ ખાધા જ હશે, આજે અમે તમને સુરતનું ફેમસ વાટી દાળનું ખમણ બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

ચણાની દાળ, લીંબુનો રસ, દહીં, લીલા મરચા-આદુની પેસ્ટ, બેકિંગ સોડા, હળદર, તેલ, પાણી, મીઠું, હિંગ, રાઈ, કોથમીર.

સ્ટેપ-1

સૌ પ્રથમ ચણાની દાળને પાણીથી ધોઈને 6 કલાક પાણીમાં પલાળી દો.

સ્ટેપ-2

હવે તેને મિક્સર જારમાં નાખીને પીસી લો અને 1 કપ પાણી ઉમેરીને તેને ફરીથી ગ્રાઈન્ડ કરી લો.

સ્ટેપ-3

હવે તેને એક મોટા બાઉલમાં કાઢીને લીંબુનો રસ, દહીં,મીઠું નાખીને મિક્સ કરીને પ્લેટ ઢાંકીને થોડી ગરમ જગ્યાએઆથો આવવા માટે રાખો.અને તેમાં લીલા મરચા-આદુની પેસ્ટ નાખીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે એક વાસણમાં થોડુ પાણી નાખીને તેને મધ્યમ ગેસ પર ઢોકળાની થાળીમાં બેટર રેડીને સ્ટીમરમાં 10-15 મિનિટ સ્ટીમ કરો.

સ્ટેપ-5

સ્ટીમરમાંથી પ્લેટ બહાર કાઢીને પછી ઢોકળાના નાના ટુકડા કરી લો.

સર્વ કરો

હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં રાઈ,હિંગ,લીલાં મરચાં નાખીને સાંતળીને ઢોકળા પર તડકો રેડો અને કોથમીરથી ગાર્નિશ કરીને ચટણી સાથે સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Chaas Masala Powder: છાશનો મસાલો ઘરે બનાવવાની સરળ રીત