Methi Gota Recipe: મેથીના ગોટા બનાવવાની પરફેક્ટ રેસીપી


By Vanraj Dabhi17, May 2025 12:55 PMgujaratijagran.com

મેથીના ગોટા

ભજીયા દરેક લોકોને ખાવા ગમે છે પરંતુ ઘણી વખત તે પરફેક્ટ નથી બનતા આજે અમે તમને મેથીના પરફેક્ટ ગોટા બનાવવાની રેસીપી જણાવીશું.

સામગ્રી

મેથીના પાંદડા,ચણાનો લોટ,મીઠું,તેલ,અજમો,ખારો,પાણી,લીંબુના ફૂલ,મરચું પાવડર,હળદર,ધાણાજીરૂ.

સ્ટેપ-1

સૌ પ્રથમ મેથીને પાણીથી ધોઈને સાફ કરીને તેના પાંદડા સમારી લો.

સ્ટેપ- 2

હવે એક બાઉલમાં ચણાનો લોટ,અને તમામ સામગ્રી નાખીને સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ- 3

હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને સ્મૂધ બેટર બનાવી તેમાં સમારેલી મેથી ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ- 4

હવે કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં મેથીના ગોટા બનાવીને મૂકો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

સર્વ કરો

કડાઈમાંથી બહાર કાઢી લો, તૈયાર છે મેથીના ગોટા તમે ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરી શકો છો.

Limbu Gota Recipe: લીંબુ ગોટા બનાવવાની રીત