Limbu Gota Recipe: લીંબુ ગોટા બનાવવાની રીત


By Vanraj Dabhi16, May 2025 06:06 PMgujaratijagran.com

લીંબુ ગોટા

ચોમાસામાં દરેક લોકોને ગરમા ગરમ ભજીયા ખાવાનું મન થતું હોય છે, તમે ઘરે લીંબુ ગોટા ઘરે ટ્રાય કરી શકો છો.

સામગ્રી

બટાકા, લસણની કળી, લીલા મરચાં, આદુ, લીંબુ, મીઠું, કોથમરી, બેસન, કાળા મરી અને ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, તલ, જીરું.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પ્રેશર કૂકરમાં બટાકાને બાફી તેની છાલ ઉતારી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં ચણાનો લોટ, મીઠું અને પાણી ઉમેરીને બેટર તૈયાર કરી લો.

સ્ટેપ-3

હવે એક મિક્સર જારમાં લીલા મરચાં, લસણ, આદુ, કોથમરી ઉમેરીને ગ્રાઈન્ડ કરી લો.

સ્ટેપ-4

હવે એક બાઉલમાં સફેદ તલ, કાળમરી પાઉડર, જીરું, ધાણાજીરું પાઉડર, લાલ મચું પાઉડર, લીલા મરચાની પેસ્ટ, લીંબુ, કોથમરી ઉમેરો.

સ્ટેપ-5

હવે તેમાં બાફેલા બટાકા ઉમેરીને મેશ કરી બધુ મિક્સ કરી લીંબુ આકારના લૂઆ બનાવો.

સ્ટેપ-6

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી ગોટાને બેસનના બેટરમાં કોટ કરીને ગોટા તળી લો.

સર્વ કરો

તૈયાર છે લીંબુ ગોટા, તમે વરસાદી ઋતુમાં ગરમા ગરમ સર્વ કરી શકો છો.

Morinaga Paratha: સરગવાની શીંગના પરાઠા બનાવવાની રીત