દરેક લોકોને ભજીયાની વિવિધ વેરાયટી પસંદ હોય છે, તેથી તમે મેથી પાલકના ભજીયાની યુનિક રેસીપી ઘરે ટ્રાય કરી શકો છો.
મેથી, પાલક, આદુ મરચાની પેસ્ટ, અજમો, મીઠું, ધાણાજીરું, કાળા મરી પાવડર, વરિયાળી, લાલ મરચું પાવડર, લીંબુનો રસ, જીરું ધાણા પાવડર, હળદર પાઉડર, પાણી, તેલ.
સૌ પ્રથમ એક બાઉલમાં મેથી અને પાલકને ધોઈ સાફ કરીને ઝીણી સમારી લો.
હવે તેમાં મીઠું, અજમો, કોથમરી-વરિયાળી અને કાળા મરીનો ભુકો ઉમેરો.
હવે તેમાં ધાણાજીરું, લાલ મરચું પાઉડર, હળદર, ખાંડ, આદુ-મરચાની પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં ચણાનો લોટ, ચોખાનો લોટ અને થોડુ પાણની છાંટીને મેથી અને પાલકને લોટ સાથે કોટ કરી પછી એક કડાઈમાં તેલ ગરમ કરી ભજીયા તળી લો.
તૈયાર છે મેથી પાલકના ભજીયા તમે ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.