Medu Vada Recipe: ઇન્સ્ટન્ટ મેંદુ વડાની પરફેક્ટ રેસીપી


By Vanraj Dabhi24, Dec 2024 01:09 PMgujaratijagran.com

મેદુ વડા

મેદુ વડા એ દક્ષિણ ભારતીય રેસીપી છે, જે બે પ્રકારની દાળને મિક્સ કરીને બનાવવામાં આવે છે. તમે સામાન્ય રીતે સવાર અથવા સાંજના નાસ્તામાં સર્વ કરી શકો છો.

સામગ્રી

અડદની દાળ, ચણાની દાળ, રવાનો લોટ, લીલા મરચા, સૂકું નારિયેળ, મીઠા લીમડા પાન, કોથમરી, આદુ, હિંગ, મીઠું, તેલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ દાળને સારી રીતે ધોઈને 2-3 કલાક માટે પાણીમાં પલાળી પછી દાળમાંથી બધુ જ પાણી કાઢીને બંને દાળને એકસાથે પીસીને સ્મૂધ પેસ્ટ બનાવી લો.

સ્ટેપ-2

હવે બેટરમાં કોથમરી, લીલા મરચાં, આદુ અને ઝીણું સમારેલું સૂકું નારિયેળ ઉમેરીને બરાબર મિક્સ કરો.

સ્ટેપ-3

હવે ક્રિસ્પી વડા બનાવવા માટે તેમાં રવાનો લોટ ઉમેરીને મિકસ કરી હથેળી વડે લીંબુના કદ વડા બનાવી લો અને તેમાં વચ્ચે કાણું કરો.

સ્ટેપ-4

હવે એક પેનમાં તેલ ગરમ કરી પછી વડા તેમાં નાખીને ક્રિસ્પી વડા થાય ત્યાં સુધી તળી લો.

સર્વ કરો

તૈયાર છે મેંદુ વડા તમે ચટણી અથવા સાંભાર સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Matar Dhokla Recipe: લીલા વટાણાના ઢોકળાની રેસીપી