નવરાત્રીના 9 દિવસમાં મોટાભાગની મહિલાઓ અને પરિવારના સભ્યો નવ દિવસ ઉપવાસ રાખે છે અને દેવી દુર્ગાની પૂજા કરે છે.
આજે અમે તમને શિંગોડાના લોટના પકોડાની રેસીપી જણાવીશું, જે 10 મિનિટમાં ઝડપથી તૈયાર થઈ શકે છે. તે ખાવામાં જેટલું સ્વાદિષ્ટ છે, તેટલું જ બનાવવામાં પણ સરળ છે.
શિંગોડાના લોટ, જીરું,લીલા મરચાં, લીલા ધાણા, સિંધવ મીઠું, બટાકા, ઘી અથવા તેલ.
પહેલા એક બાઉલમાં શિંગોડાના લોટ ઉમેરો. હવે તેમાં મીઠું, જીરું અને થોડું પાણી ઉમેરીને જાડી પેસ્ટ તૈયાર કરો.
હવે બટાકાની છાલ ઉતારી ચિપ્સ કટર મશીનનો ઉપયોગ કરીને બટાકાની ગોળ આકારમાં પાતળી પતરી બનાવી લો.
હવે સમારેલા બટાકા પતરીને સારી રીતે ધોઈને તેને સાફ કરી પછી લીલા ધાણા અને મરચાં પણ સમારી લો.
હવે બાજુ પર રાખેલા શિંગોડાના લોટ બેટરમાં મરચાં, કોથમીર ઉમેરીને સારી રીતે મિક્સ કરો. આ પછી તેમાં સમારેલા બટાકા નાખી તેને સારી રીતે મિક્સ કરો.
હવે ગેસ પર તવા મૂકી તેલ કે ઘી ઉમેરીને ગરમ કરો અને પછી તેમાં પકોડા તળી લો.
તૈયાર છે શિંગોડાના લોટના પકોડા, તમે તેને ચા અને ચટણી સાથે સર્વ કરી શકો છો.