મોટાભાગના લોકોને રીંગણનું શાક ભાવતું હોય છે. લોકો તેને ઘણી રીતે બનાવે છે. આજે અમે તમને દહીં અને રીંગણની સ્વાદિષ્ટ વાનગી બનાવવા વિશે જણાવીશું.
રીંગણા, દહીં, તેલ, જીરું, હિંગ, ડુંગળી,આદુ-લસણ અને મરચાની પેસ્ટ, ચણાનો લોટ, હળદર, મરચું પાઉડર, ધાણાજીરું,ગરમ મસાલો, મીઠું, કોથમરી.
સૌ પ્રથમ રીંગણને ધોઈને કાપી પછી તેની પર મીઠું લગાવો અને તેને 10 મિનિટ માટે રાખો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી રીંગણ હવળા તળીને બહાર કાઢીને બાજુ પર રાખો.
હવે એ જ પેનમાં થોડું તેલ ગરમ કરી પછી જીરું, હિંગ, ડુંગળી ઉમેરો અને તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો.
હવે તેમાં ચણાનો લોટ, પીસેલા બધા મસાલા ઉમેરો અને પછી તેમાં થોડું પાણી ઉમેરો.
આ મસાલામાં તાજુ દહીં, જરૂર મુજબ પાણી, પાણી, મીઠું ઉમેરીને સતત હલાવતા રહીને પકાવી લો.
દહીં રીંગણનું શાક તૈયાર છે. તેની પર કોથમીર ગાર્નિશ કરીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.