Cabbage Pakoda: કોબીમાંથી બનાવો આ સ્વાદિષ્ટ પકોડા, ખાવાની મજા આવશે


By Vanraj Dabhi21, Dec 2024 05:43 PMgujaratijagran.com

ચા સાથે પકોડા

ઠંડા હવામાનમાં ચા સાથે પકોડા ખાવાની મજા આવે છે, શિયાળાની ઋતુમાં લોકો વિવિધ પ્રકારના પકોડાની વેરાયટી ટ્રાય કરતા હોય છે.

કોબી પકોડા

શિયાળામાં બજારોમાં કોબીજ પુષ્કળ પ્રમાણમાં વેચાય છે. આજે અમે તમને કોબીના ક્રિસ્પી પકોડા બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

કોબી, ડુંગળી, લીલા મરચા, જીરું, હિંગ, કોથમરી, આદુ, લસણ, ગરમ મસાલો, ચણાનો લોટ, મીઠું, હળદર.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં ચણાના લોટ, હિંગ, જીરું, મરચું, હળદર અને થોડું પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

સ્ટેપ-2

હવે કોબીને લાંબા અને પાતળા આકારમાં કાપી લો. આ પછી ડુંગળી અને કોથમીરને પણ સમારી લો.

સ્ટેપ-3

હવે ચણાના લોટમાં સ્વાદ મુજબ મીઠું, સમારેલી ડુંગળી અને કોથમીર ઉમેરીને હાથ વડે બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી નાના પકોડા બનાવીને હાથ અથવા ચમચી વડે તેલમાં મૂકીને તળી લો.

સર્વ કરો

તૈયાર છે સ્વાદિષ્ટ કોબી પકોડા તમે ચા અને કોથમીર ટમેટાની ચટણી સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Idli Recipe: પફી ઇડલી બનાવવા માટે આ ટિપ્સ અનુસરો