Dal Paratha: ચણાની દાળના પરાઠા ઘરે કેવી રીતે બનાવશો? જાણો સરળ રેસીપી


By Vanraj Dabhi16, May 2025 12:08 PMgujaratijagran.com

ચણાની દાળના પરાઠા

મગદાળના પરાઠા તો તમે ટ્રાય કર્યા હશે, આજે આપણે ચણાની દાળના પરાઠા બનાવવાની રીત જાણીશું.

સામગ્રી

ચણાની દાળ, ઘઉંનો લોટ, જીરું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, મીઠું, પાણી, તેલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ ચણાની દાળને પાણીથી ધોઈ લો અને તેને પ્રેશર કૂકરમાં બાફીને બ્લેન્ડરમાં બરછટ પેસ્ટ બનાવી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં ચણાની દાળની પેસ્ટ, ઘઉંનો લોટ, જીરું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ-3

હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને લોટ બાંધી લો.

સ્ટેપ-4

હવે લોટમાંથી નાના નાના લૂઆ બનાવીને પરાઠા બનાવો.

સ્ટેપ-5

હવે એક તવો ગરમ કરી તેની પર તેલ લગાવીને પરાઠાને બંને બાજુ શેકી લો.

સર્વ કરો

તૈયાર છે ચણાની દાળના પરાઠા, તમે સર્વ કરી શકો છો.

આ 5 સબ્જીમાં ડુંગળીનો ઉપયોગ નથી થતો, જાણો કેમ