દરેક લોકોને દાળવડા પસંદ હોય છે, પરંતુ ઘણી વખત તે ઘરે પરફેક્ટ બનતા નથી, ચાલો જાણીએ તેની સરળ રેસીપી.
મગની દાળ, લીલા મરચા, આદુ, મીઠું, હીંગ, મરી, કોથમરી, તેલ, ડુંગળી.
સૌ પ્રથમ એક બાઉલમાં મગની ફોતરાવાળી દાળને ધોઈને 6 કલાક પાણીમાં પલાળી દો.
હવે હાથથી મસળીને મગદાળના ફોતરી ઉતારીને પાણીમાંથી બહાર કાઢીને દાળને એક વાસણમાં રાખો.
હવે એક મિક્સર જારમાં મગદાળ,લીલા મરચા,આદુના ટૂકડા ઉમેરી અધકચરી પીસી લો.
હવે તેમા મીઠું,હીંગ,મરીનો ભૂકો,સમારેલી કોથમરી ઉમેરી મિક્સ કરીને આ મિશ્રણને સારી રીતે ફેટી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને તૈયાર કરેલ મિશ્રણમાંથી દાલવડાને તળીને સમારેલી ડુંગળી સાથે ગરમા-ગરમ સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.