Kumbhaniya Bhajiya: શિયાળામાં ઘરે ટ્રાય કરો કુંભણીયા ભજીયાની રેસીપી


By Vanraj Dabhi28, Nov 2024 10:39 AMgujaratijagran.com

કુંભણીયા ભજીયા

ભજીયા તો દરેક લોકોએ ખાધા જ હશે, ભજીયાની વિવિધ વેરાયટી પૈકીની એક કુંભણીયા ભજીયા તમે ઘરે બનાવવા માટે આ રેસીપી અજમાવી શકો છો.

સામગ્રી

લીલી મેથી, કોથમરી, લીલુ લસણ, લીલા મરચા, આદું,1 ચમચી હીંગ, 1 ચમચી મીઠું, 1 ચમચી અજમો, 1ચમચી, 1 ચમચી ધાણીજીરુ અને 1 ચમચી મેથીના દાણા,લીંબુ, સ્વાદ મુજબ ખાંડ, 1 કપ ચણાનો લોટ,જરૂર મુજબ પાણી, તેલ, ડુંગળી વગેરે.

સ્ટેપ- 1

સૌ પ્રથમ લીલી મેથી,લીલુ લસણ,કોથમરી, લીલા મરચા અને આદુને બારીક સમારી લો.

સ્ટેપ- 2

હવે એક બાઉલમાં બધી સામગ્રી મિક્સ કરીને ઉપર જણાવેલા તમામ મસાલા એડ કરીને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ- 3

હવે તેમાં 1 કપ ચણાનો લોટ અને એક લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ- 4

હવે જરૂર મુજબ એક એક ચમચી પાણી એડ કરીને સારી રીતે બેટર બનાવી લો. ધ્યાન રાખો કે બેટર ફૂલવડી જેવું નથી બનાવવાનું.

સ્ટેપ- 5

હવે એક પેનમાં તેલ ગરમ કરો અને બેટરના ભજીયા બનાવો.

સર્વ કરો

તેલમાં એકદમ ક્રિસ્પી તળી લઈને લીંબુ અને ડુંગળી સાથે ગરમાગરમ સર્વ કરીશું.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતા મોખરાના 5 રાજ્ય વિશે જાણો