પરાઠા તો દરેક લોકોને પસંદ હોય છે, તમે વિવિધ પ્રકારના પરાઠા ટ્રાય કર્યા હશે આજે આપણે સરગવાની શીંગના પરાઠા બનાવવાની રેસીપી જાણીશું.
સરગવાની શીંગો, ઘઉંનો લોટ, સફેદ તલ, ધાણાજીરું, હળદર, લાલ મરચું પાઉડર, મીઠું, કોથમીર.
સૌ પ્રથમ સરગવાની શીંગોને ધોઈ અને તેને સારી રીતે સાફ કરી કુકરમાં બાફી લો.
હવે એક બાઉલમાં ઘઉંનો લોટ લો, તેમાં હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, તલ, મીઠું, ધાણા જીરું પાઉડર વગેરે મસાલા ઉમેરો.
હવે તેમાં સરગવાનો પલ્પ અને જરૂર લાગે તો પાણી ઉમેરીને બરોબર મિક્ષ કરીને લોટ બાંધી લો.
હવે લોટમાંથી લૂઆ બનાવી પરાઠા બનાવો, અને એક તવો ગરમ કરવા મૂકો.
હવે તવા પર એક ચમચી તેલ લગાવીને પરાઠાને બંને બાજુ શેકી લો.
તૈયાર છે સરગવાની શીંગના પરાઠા, તમે સર્વ કરી શકો છો.