Dudhi Pulao Recipe: દૂધીનો પુલાવ બનાવવાની રીત


By Vanraj Dabhi21, Mar 2025 01:03 PMgujaratijagran.com

દૂધીનો પુલાવ

વઘારેલા ભાત એટલે કે પુલાવ તો દરેક લોકોએ ખાધા જ હશે, તમે દૂધી પુલાવ ટ્રાય નહીં કર્યો હોય, તમે સાંજ માટે ઝટપટ હેલ્થી ટેસ્ટી વઘારેલો દૂધીનો ભાત બનાવી શકો છો.

સામગ્રી

દુધી, ચૉખા, તેલ, પાણી, મીઠું, હળદર, ડુંગરી.

સ્ટેપ-1

સૌ પ્રથમ દુધી, ડુંગળી ધોઈને નાના ટુકડામાં સમારી લો અને ચોખાને પાણીથી ધોઈને નિતારી લો.

સ્ટેપ-2

હવે એક કુકરમાં તેલ ગરમ કરી તેમા આદુ લસણની પેસ્ટ, ડુંગળી અને લીલુ મરચુ ઉમેરીને વધાર કરો.

સ્ટેપ-3

હવે તેમા દુધીના ટુકડા, પલાળેલા ચોખા, હળદર, મીઠું અને પાણી ઉમેરો.

સ્ટેપ-4

હવે કુકરનું ઢાંકણ બંધ કરીને બે સીટી થવા દો, તૈયાર છે દુધી પુલાવ.

સર્વ કરો

તમે કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Summer Drinks Recipe: વરિયાળીનું શરબત બનાવવાની સરળ રીત