Summer Drinks Recipe: વરિયાળીનું શરબત બનાવવાની સરળ રીત


By Vanraj Dabhi21, Mar 2025 12:41 PMgujaratijagran.com

વરિયાળીનું શરબત

ઉનાળામાં ગરમીથી બચાવવા માટે અને શરીરને ઠંડુ રાખવા માટે તમે ઘરે વરિયાળીનું શરબત બનાવીને પીવાથી તમને ઘણા સ્વાસ્થ્ય લાભ મળી શકે છે.

સામગ્રી

વરિયાળી, ખાંડ, લીંબુ, કાળું મીઠું, ફુદીનાના પાન, બરફ, પાણી.

સ્ટેપ-1

સૌ પ્રથમ વરિયાળીને સારી રીતે ધોઈને સાફ કરીને 2-3 કલાક પાણીમાં પલાળી દો.

સ્ટેપ-2

હવે વરિયાળીને ગરણી વડે પાણીમાંથી કાઢીને મિક્સર જારમાં નાખીને તેમાં સ્વાદ અનુસાર ખાંડ અને કાળું મીઠું નાખો.

સ્ટેપ-3

હવે તેમાં ફુદીનાના પાન અને થોડું પાણી ઉમેરીને મિક્સરમાં પીસી લો.

સ્ટેપ-4

હવે વરિયાળીની પેસ્ટને એક વાસણમાં કાઢીને પેસ્ટમાં જરૂર મુજબ પાણી અને લીંબુનો રસ મિક્સ કરો.

સ્ટેપ- 5

હવે શરબતમાં બરફના ટુકડા ઉમેરીને ઠંડુ વરિયાળીનું શરબત સર્વ કરો.

શરબતના ફાયદા

ઉનાળામાં તેને પીવાથી શરીરને ઠંડુ રાખે,આખો દિવસ વ્યક્તિને ફ્રેશ રાખશે અને તણાવથી મુક્ત રાખશે.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Sattu Powder Recipe: આ રીતે ઘરે બનાવો સત્તુ પાઉડર