Farali Khichu Recipe: ફરાળી ખીચું બનાવવાની રીત


By Vanraj Dabhi15, Dec 2024 10:51 AMgujaratijagran.com

ગુજરાતી ખીચું

ખીચું એ ગુજરાતની ફેમસ રેસીપી છે જે દરેક લોકોએ ખાધુ જ હશે, આજે અમે તમને ફરાળી ખીચું બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

મોરૈયો, પાણી, મીઠું, જીરું, લીલા મરચાની પેસ્ટ, કુકીંગ સોડા, કોથમીર,સીંગતેલ, લાલ મરચું પાઉડર.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક મિક્સર જારમાં મોરૈયો ક્રશ કરી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં પાણી ગરમ કરી તેમાં મીઠું, જીરું, લીલા મરચાની પેસ્ટ, કોથમરી ઉમેરો.

સ્ટેપ-3

હવે તેમાં બેકિંગ સોડ, મોરૈયાનો પાઉડર ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે એક પ્લેટમાં કાઢી તેની ઉપર લાલ મરચું પાઉડર, તેલ અને કોથમરી ગાર્નિશ કરો.

સર્વ કરો

તૈયાર છે ફરાળી ખીચું તમે ગરમા ગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Kachariyu Recipe: કચરિયું બનાવવાની રેસિપી