Kachariyu Recipe: કચરિયું બનાવવાની રેસિપી


By Hariom Sharma14, Dec 2024 03:05 PMgujaratijagran.com

નોંધી લો

શિયાળો આવે અને કચરિયું યાદ ન આવે તેવું બને નહીં. નોંધી લો કચરિયાની રેસિપી.

રેસિપી

કચરિયું બનાવવાની રસળ રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.

કચરિયું બનાવવાનીં સામગ્રી

તલ, ગોળ, ખજૂર, ઘી, સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર, મગજતરીના બી, ખસખસ, સૂકા કોપરાનું છીણ, બદામ, પીસ્તા, કાજુ.

સ્ટેપ 1

તલને એક કઢાઈમાં થોડા શેકી મિક્સરજારમાં અધકચરા પીસી લો.

સ્ટેપ-2

હવે કઢાઈમાં ઘી ગરમ કરી તેમા ગોળ ઉમેરો. પછી તેમા તલ ઉમેરો.

સ્ટેપ 3

હવે તેમા બારીક સમારેલો ખજુર, સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર, ખસખસ, સૂકા કોપરાનું છીણ, ત્યાર બાદ બારિક સમારેલા પિસ્તા, બદામ, કાજુ ઉમેરી બરાબર મિક્સ કરી દો. જરૂર જણાય તો આ તમામ વસ્તુઓને થોડી થોડી તમે મિક્સરજારમાં લઈ પીસી પણ શકો.

સ્ટેપ 4

જો જરૂર જણાય તો તેમે તેમા તલનું તેલ પણ ઉમેરી શકો. તૈયાર છે તમારું કચરિયું.

Methi Bhaji: મેથીની ભાજીની મસ્ત રેસિપી