Farali Dhokla Recipe: મોરૈયાના ફરાળી પોચા ઢોકળાની રેસીપી


By Vanraj Dabhi13, Dec 2024 04:59 PMgujaratijagran.com

ફરાળી ઢોકળા

ઢોકળા તો દરેક લોકોને પસંદ હોય છે, તમે ઉપવાસ દરમિયાન ફરાળી પોચા ઢોકળા ખાવાનું મન થાય તો તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો.

સામગ્રી

મોરૈયો, સાબુદાણા, મરચાની પેસ્ટ, દહીં, ઈનો, તેલ, જીરુ, તલ, મીઠા લીમડાના પાન,મીઠું.

સ્ટેપ-1

સૌ પ્રથમ મોરૈયો અને સાબુદાણાને મીકસર જારમાં નાખીને ક્રશ કરી તેમાં ખાટુ દહીં થોડુ પાણી ઉમેરીને તેને 15 મીનીટ રેસ્ટ આપો.

સ્ટેપ-2

હવે એક ઢોકળીયાની પ્લેટમાં ખીરું, મરચાની પેસ્ટ, મીઠુ નાખી મિક્સ કરો.

સ્ટેપ-3

હવે તેમાં ઈનો નાખી હલાવી તેને એક થાળી રેડી 20 મિનીટ માટે સ્ટીમ કરી લો.

સ્ટેપ-4

હવે તેને બહાર કાઢી પીસ કરી લો.

સ્ટેપ-5

હવે એક વઘારીયામાં તેલ ગરમ કરી જીરુ, તલ અને મીઠા લીમડાના પાનનો વઘાર કરી ઢોકળા પર નાખો.

સર્વ કરો

તૈયાર છે મોરૈયાના ઢોકળા, તમે કેચઅપ અને ચટણી સાથે સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Gulab Jamun Recipe: પરફેક્ટ ગુલાબ જાંબુની રેસીપી