Gulab Jamun Recipe: પરફેક્ટ ગુલાબ જાંબુની રેસીપી


By Vanraj Dabhi13, Dec 2024 04:29 PMgujaratijagran.com

ગુલાબ જાંબુ

ગુલાબ જાંબુ ખાવાનું મન થાય તો તમે બજાર જેવા ગુલાબ જાબું ઘરે બનાવી શકો છો, નોંધી લો રેસીપી.

સામગ્રી

મિલ્ક પાવડર, લોટ, દૂધ, ઘી, બેકિંગ પાવડર, ખાંડ, પાણી, ઈલાયચી પાવડર, કેસર.

સ્ટેપ-1

એક વાસણમાં ખાંડ, પાણી, ઈલાયચી પાઉડર અને કેસર નાખીને ઉકાળીને ચાસણી બનાવીને એક બાજુથી ઢાંકી દો.

સ્ટેપ-2

હવે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં દૂધ નાખીને બરાબર મિક્સ કરીને ગેસ બંધ કરી દો અને દૂધને ઠંડુ થવા દો.

સ્ટેપ-3

હવે તેમાં મિલ્ક પાઉડર, બેકિંગ પાવડર અને લોટ ઉમેરીને મિક્સ કરી લોટની જેમ મસળીને તૈયાર કરેલા મિશ્રણમાંથી ગોળ રસગુલ્લા બનાવો.

સ્ટેપ-4

હવે એક કડાઈમાં ઘી ગરમ કરીને ગુલાબ જાબુંને ધીમી આંચ પર લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

સ્ટેપ-5

હવે ગુલાબ જાબુંને ચાસણીમાં નાખીને 1-2 કલાક માટે રાખો.

સર્વ કરો

તૈયાર છે તમારા સોફ્ટ અને ટેસ્ટી ગુલાબ જાબું, તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Palak Paratha Recipe: આલુ પાલક પરાઠાની રેસીપી