Ragda Patties Recipe: બજાર જેવી પરફેક્ટ રગડા પેટીસ ઘરે ટ્રાય કરો


By Vanraj Dabhi14, Dec 2024 01:04 PMgujaratijagran.com

રગડા પેટીસ

રગડા પેટીસ દરેકને પસંદ હોય છે પરંતુ તેને ઘરે બનાવવા માટે ઘણો સમય લાગે છે,ચાલો જાણીએ પરફેક્ટ રગડા પેટીસની સરળ રેસીપી.

સામગ્રી

કોથમીર, ડુંગળી, ટામેટા, ખજુરની લાલ ચટણી, કોથમીરની લીલી ચટણી, સેવ, દાડમના દાણા, ચાટ મસાલો, સફેદ વટાણા, વરિયાળી, જીરુ, આખા ધાણા, પાણી, હળદર, મીઠું, બાફેલા બટેટા, લીલા મરચું, મકાઈનો લોટ, તેલ, રાઈ, આદુની પેસ્ટ, ગરમ મસાલો.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક કૂકરમાં પાણી,સફેદ વટાણા અને જણાવેલ મસાલા ઉમેરીને બાફી લો,તેવી જ રીતે બટાકાને બાફી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં બટાકાની મેશ,કોર્ન ફ્લોર,કોથમરી,લીલા મરચાની પેસ્ટ,હળદર-મીઠું નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

તૈયાર કરેલ સ્ટફિંગમાંથી પેટીસ બનાવીને એક નોન સ્ટીક પેનમાં થોડું તેલ લગરાવીને શેકી લો.

સ્ટેપ-4

હવે રગડો તૈયાર કરવા માટે બાફેલા વટાણાને પીસી લો અને એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં રાઈ,આદુમરચાની પેસ્ટ અને હળદર,ગરમ મસાલો નાખીને સાંતળીને તેમાં બાફેલ વટાણીનું મિશ્રણ નાખીને મિક્સ કરી લો.

સર્વ કરો

હવે એક સર્વિગ ડિશમાં વટાણાનો રગડો,બટાકાની પેટીસ,તીખી-મીઠી અને લીલી ચટણી સાથે કોથમરી,ડુંગળી ગાર્નિશ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Methi Muthiya Recipe: મેથીના મુઠીયા બનાવવાની રીત