Methi Muthiya Recipe: મેથીના મુઠીયા બનાવવાની રીત


By Vanraj Dabhi14, Dec 2024 12:46 PMgujaratijagran.com

મેથી મુઠીયા

શિયાળામાં મેથીના મુઠીયા ખૂબ ખાવામાં આવે છે, ગુજરાતી લોકોની લોકપ્રિય છે. તે નાસ્તામાં ચા કે કોફી સાથે સર્વ કરી શકો છો.

સામગ્રી

સમારેલી મેથી, ઘઉંનો લોટ, ચણાનો લોટ, રવો, આદુની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, લાલ મરચું પાવડર, હળદર, હિંગ, ખાંડ, ગરમ મસાલો, મીઠું, તેલ.

સ્ટેપ-1

મેથીના મુઠીયા બનાવવા માટે બધી વસ્તુને એક વાસણમાં લઈને એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને મુઠીયાનો લોટ બાંધી લો.

સ્ટેપ-2

હવે હાથને તેલવાળા કરીને એમાંથી ગોળ અથવા લંબગોળ કોઈપણ પ્રકારના આકારના મુઠીયા બનાવી લો.

સ્ટેપ-3

હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને મુઠીયા ઉમેરી મીડીયમ તાપે બ્રાઉન કલરના તળી લો.

સ્ટેપ-4

હવે તળેલા મેથી મુઠીયા ચા કે કોફી સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Methi Palak Bhajiya Recipe: મેથી પાલકના ભજીયાની રેસીપી