Ginger Pickle Recipe: શિયાળામાં ઘરે બનાવો આદુનું અથાણું


By Vanraj Dabhi17, Dec 2024 11:43 AMgujaratijagran.com

આદુનું અથાણું

શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે ઘણા લોકો આદુનું અથાણું સર્વ કરતા હોય છે, જાણી લો અથાણું બનાવવાની યુનિક રીત.

સામગ્રી

આદુ, લીંબુનો રસ, મીઠું, લાલ મરચું પાવડર, હિંગ, તેલ, સરસવ, સૂકું લાલ મરચું.

સ્ટેપ-1

સૌથી પહેલા આદુને છોલીને ધોઈ લો અને છીણી લો.

સ્ટેપ-2

હવે એક વાસણમાં છીણેલું આદુ, લીંબુનો રસ, મીઠું, લાલ મરચું પાવડર અને હિંગ નાખીને બધું બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં સરસવ અને સૂકા લાલ મરચાનો વઘાર કરી તેને આદુના મિશ્રણમાં ટેમ્પરિંગ ઉમેરો.

સ્ટેપ-4

હવે આદુ સાથે આ મિશ્રણ સંપૂર્ણપણે મિક્સ થઈ જાય, ત્યારે આ મિશ્રણને સ્વચ્છ અને સૂકા કાચની બરણીમાં ભરીને સ્ટોર કરો.

સર્વ કરો

તમે શિયાળામાં આદુનું સ્વાદિષ્ટ અથાણું સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Hara bhara kabab Recipe: હરા ભરા કબાબ બનાવવાની સરળ રેસિપી