ગુજરાતી જાગરણ તમને મસ્ત હરા ભરા કબાબ બનાવવાની રેસિપી અહીં જણાવશે.
લીલા વટાણા, કોથમરી પૌંઆ: 1 કપ પાલક: 2 કપ, સારી રીતે ધોયેલું મટર: 1/2 કપ આલુ: 2 મધ્યમ કદના, ઉકાળેલા અને કચડેલા ધાણા-જીરાનો પાઉડર: 1 ચમચી આદુ: 1 ઇંચ, બારીક કચડેલું લીલા મરચા: 1-2, બારીક કાપેલા ગરમ મસાલો: 1/2 ચમચી ચાટ મસાલો: 1/2 ચમચી આમચૂર પાઉડર: 1/2 ચમચી (વૈકલ્પિક) મીઠુ: સ્વાદ મુજબ તેલ કોર્ન ફ્લોર ચણાનો લોટ શેકેલો.
વટાણામાં મીઠું ઉમેરીને 4 મિનિટ ઉકાળી લો. પાલક પણ ગરમ પાણીમાં ઉકાળી લો. પાલક ઉકાળી ઠંડા પાણીમાં મૂકી દો.
મિક્સરજારમાં લીલા મરચા, બાફેલા વટાણા, પાલક, કોથમરી ઉમેરી પેસ્ટ બનાવી લો.
પેનમાં તેલ ગરમ કરી તેમા જીરુ, આદુ લસણ અને મરચાની પેસ્ટ, ક્રશ કરેલી પાલક-વટાણાની પેસ્ટ ઉમેરો. પાણીભાગ ન રહે ત્યાં સુધી સાતળો.
સાતળેલી પેસ્ટ પ્લેટમાં લઈ લો. પછી તેમા બાફેલા બટાકા, શેકેલા ચણાનો લોટ, ચાટ મસાલો અને મીઠું ઉમેરી મિક્સ કરો અને લોટની જેમ બાંધી લો. જરૂર જણાય તો પલાળેલા પૌઆ, કોર્ન ફ્લોર કે ચણાનો લોટ ઉમેરો.
હવે આ લોમાંથી બન્ને હાથની મદદથી કબાબ બનાવી લો. મોટા બોલ બનાવી હથેળીથી દબાવી દો.
કબાબને કોર્ન ફ્લોર થી કોટ કરી. પેનમાં તેલ ગરમ કરી તેમા શેકી લો. તૈયાર છે તમારા હરા ભરા કબાબ.