Vatana Paratha Recipe: ઘરે ઝટપટ બનાવો લીલા વટાણા પરાઠા, નોંધી લો રેસીપી


By Vanraj Dabhi07, Mar 2025 09:52 AMgujaratijagran.com

લીલા વટાણા પરાઠા

પરાઠા તો દરેક લોકોએ ખાધા જ હશે, આજે અમે તમને લીલા વટાણાના પરાઠાની યુનિક વાનગી શેર કરીશું.

સામગ્રી

વટાણા, સ્વાદ અનુસાર મીઠું, હળદર, લીલા મરચા, જીરું, લાલ મરચું, ધાણા જીરું,આમચૂર પાઉડર,લીંબુનો રસ, ચણાનો લોટ, કોથમીર, ઘઉંનો લોટ, પાણી, તેલ, મીઠું.

સ્ટેપ-1

સૌ પ્રથમ વટાણાને બાફી લો, ત્યારબાદ એમાં સ્વાદ અનુસાર મીઠું નાખો, હવે એક પેનમાં વઘાર કરી એમાં જીરું, લીલા મરચા, હિંગ, હળદર પાઉડર, લાલ મરચું પાઉડર નાખો.

સ્ટેપ-2

હવે એમાં ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર, લીંબુનો રસ અને બાફેલા વટાણા ઉમેરો, હવે બધું સારી મેસ કરો.

સ્ટેપ-3

એ મિશ્રણમાં હવે ચણાનો લોટ, થોડી કોથમીર ઉમેરો ફરી બધું મિક્સ કરો, હવે ઘઉંનો લોટ બાંધો, મીઠું, પાણી, તેલ જરૂર મુજબ નાખી લોટ બાંધો.

સ્ટેપ-4

હવે લોટને થોડી વાર માટે રેસ્ટ આપો, પછી રોટલી વણીને વટાણાનું સ્ટફિંગ ભરો, આ રીતે બધા પરાઠા તૈયાર કરી લો.

સર્વ કરો

હવે પેન ગરમ કરો અને એમાં સહેજ તેલ નાખીને પરાઠા બન્ને સાઈડ શેકી લો અને ગરમ ગરમ પરાઠા ચટણી સાથે સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

SIPમાં દર મહિને રૂપિયા 5000 જમા કરાવતા 10 વર્ષે કેટલા પૈસા મળે