Dudhi Thepla Recipe: ગુજરાતી દૂધીના થેપલા બનાવવાની રીત


By Vanraj Dabhi22, Mar 2025 03:56 PMgujaratijagran.com

દૂધી થેપલા રેસીપી

ગુજરાતીઓ થેપલાને ખૂબ પસંદ કરે છે તેથી બધા લોકોએ થેપલાની વિવિધ રેસીપી ટ્રાય કરી હશે, આજે અમે તમને દૂધીના થેપલા બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

દૂધી, ઘઉંનો લોટ, દહીં, હળદર, મરચું, તેલ, મીઠું.

સ્ટેપ-1

દૂધી થેપલા બનાવવા માટે બધી સામગ્રી અને 3/4 ચમચી તેલ મિક્સ કરો અને પાણીનો ઉપયોગ કરીને નરમ લોટ બાંધો.

સ્ટેપ-2

હવે 4 ચમચી તેલથી તમારા હાથને ગ્રીસ કરીને ફરીથી લોટને કૂણી લો.

સ્ટેપ-3

હવે લોટના નાના નાના બોલ બનાવો.

સ્ટેપ-4

હવે દરેક બોલને રોટલી જેમ બનાવો અને તેને રોલ આઉટ કરવા માટે થોડો ઘઉંના લોટનો ઉપયોગ કરો.

સ્ટેપ-5

એક નોન-સ્ટીક પેન ગરમ કરો અને દરેક દૂધી થેપલાને બંને બાજુ સોનેરી બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

સર્વ કરો

તમારા દૂધી થેપલા તૈયાર છે તમે તેને ગરમા-ગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઈન્ફોસિસ, HDFC બેન્ક સહિત આ કંપનીઓ ટૂંક સમયમાં કરશે ડિવિડન્ડની જાહેરાત