ગુજરાતી સ્ટ્રીટ ફુડમાં ક્રિસ્પી ટ્રેડિશનલ હાંડવો ખૂબ જ ફેમસ છે, તમે આ હાંડવો ઘરે ટ્રાય કરી શકો છો.
ચોખા, તુવેર દાળ, ચણા દાળ, મગની દાળ, અડદની દાળ, પોહા, દહી, ગાજર, દૂધી, કોથમીર, બાફેલી મકાઈ, લસણ, આદુ-મરચાની પેસ્ટ, તેલ, મીઠું, હીંગ, હળદર, ખાંડ, ઈનો, ધાણાજીરું, મીઠો લીમડો, રાઈ, તલ.
સૌ પ્રથમ બધી દાળને સારી રીતે ધોઈને 4 થી 5 કલાક સુધી પલાળી દો અને જણાવેલ શાકભાજી સમારી લો.
હવે પલાળેલી દાળ એક મિક્સર જારમાં નાખી તેમાં લીલી મરચા અને આદુ-લસણ અને કોથમરી ઉમેરીને પીસી લો.
હવે તેમાં થોડું પાણી નાખીને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરીને એક બાઉલમાં કાઢીને છીણેલા શાકભાજી,કોથમીર ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં દહીં,મીઠું અને બેકિંગ નાખીને મિક્સ કરીને બેટર બનાવી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી રાઈ,તલ,મીઠો લીમડો નાખીને તૈયાર કરેલ બેટર નાખીને ધીમી આંચ પર ઢાંકીને પકાવો.
હવે હાંડવાને છરી વડે ટુકડા કરીને લીલી ચટણીની સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.