Gujarati Dal: ગુજરાતી ખાટી મીઠી દાળ રેસીપી


By Vanraj Dabhi12, May 2025 03:08 PMgujaratijagran.com

ખાટી મીઠી દાળ

સાદા ભાત અને ઘી સાથે ખટ્ટા મીઠી દાળ, એક આરામદાયક અને હેલ્દી ભોજન છે, તમે ઘરે ખાટી મઠી દાળ બનાવવા માટે આ રેસીપી ટ્રાય કરી શકો છો.

સામગ્રી

તુવેર દાળ, ટામેટાં, તેલ, ઘી, રાઈ-જીરું, લાલ મરચાં, હિંગ, લીલું મરચું, આદુ, ગોળ, કોકમ પાવડર, લાલ મરચું પાવડર, હળદર પાઉડર, મીઠું, કરી પત્તા, કોથમરી, પાણી.

સ્ટેપ-1

સૌ પ્રથમ તુવેરની દાળ ધોઈ લો અને એક પ્રેશર કૂકર પાણી અને દાળ ઉરીને 4 સીટી વાગે ત્યા સુધી સારી રીતે બાફીને મેસ કરી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં તેલ અખવા ઘી ગરમ કરી તેમાં રાઈ, જીરું, સૂકા મરચાં, તાજા કઢી પત્તા ઉમેરીને વઘાર કરો.

સ્ટેપ-3

હવે તેમાં હિંગ, લાલ મરચું પાવડર અને હળદર પાવડર ઉમેરીને થોડી સેકન્ડ માટે સાંતળી પછી તેમાં સમારેલા ટામેટાં, દાળ, લીલા મરચાંની કટકી ઉમેરીને ધીમા તાપે પકાવો.

સ્ટેપ-4

હવે તેમાં જરૂર મુજબ મીઠું, ગોળ પાવડર, કોકમ, આદુ ઉમેરીને સારી રીતે મિક્સ કરો.

સર્વ કરો

દાળને થોડી મિનિટો માટે ઉકળવા દો અને છેલ્લે સમારેલા તાજી કોથમરી ગાર્નિસ કરીને ભાત સાથે સર્વ કરો.

Tomato Poha Recipe: ટામેટા પોહા નાસ્તા માટે પરફેક્ટ છે