ટામેટા પોહા એક સ્વાદિષ્ટ નાસ્તો છે, જે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તમે આ નાસ્તો ફક્ત થોડીવારમાં જ તૈયાર કરી શકો છો.
પોહા, ટમેટા, ડુંગળી, લીલા મરચા, રાઈ, મીઠો લીમડો, હળદર, મીઠું, તેલ, લીંબુનો રસ,કોથમરી.
પોહાને ચાળણીમાં લો અને તેને પાણીથી ધોઈ લો અને 5-7 મિનિટ માટે બાજુ પર રાખો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, કઢી પત્તા અને લીલા મરચાં ઉમેરીને થોડીવાર સાંતળો.
હવે બારીક સમારેલી ડુંગળી ઉમેરીને થોળી વાર ફ્રાય કરી તેમાં ટમેટા ઉમેરીને પકાવી લો.
હવે સ્વાદ મુજબ મીઠું, થોડી હળદર અને પલાળએલા પોહા ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં લીંબુનો રસ અને કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.