Gujarati Khichu Recipe: સાંજ માટે ગરમાગરમ લારી જેવું ટેસ્ટી ખીચું ઘરે બનાવો


By Vanraj Dabhi20, Mar 2025 12:04 PMgujaratijagran.com

ટેસ્ટી ખીચું

સાંજના નાસ્તા માટે લારી પર મળતું ગરમાગરમ ટેસ્ટી ખીચું ઘરે બનાવવું હોય તો આ રેસીપી અત્યારે જ નોંધી લો.

સામગ્રી

ચોખાનો લોટ, પાણી, લીલા મરચાં, મીઠું, જીરુ, બેકિંગ સોડા, તેલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં ચોખાના લોટને ચાળણી વડે ચાળીને બધી સામગ્રી તૈયાર કરો.

સ્ટેપ-2

હવે એક તપેલીમાં પાણી ઊકળીને તેમાં મીઠું,જીરુ અને લીલા મરચાં નાખો.

સ્ટેપ-3

પાણી બરાબર ઉકળી જાય પછી તેમાં બેકિંગ સોડા નાખીને થોડો થોડો લોટ ઉમેરતા જાવ અને વેલણ વડે હલાવતા રહો.

સ્ટેપ-4

બરાબર મિક્સ થઈ ગયા પછી તેને ધીમા તાપે ગેસ પર 15 મિનિટ સુધી ચડવા દો.

સર્વ કરો

તૈયાર છે ગુજરાતી ખીચું,તમે ઉપર તેલ નાંખીને ગરમ ગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Masala Khichdi Recipe:કાઠીયાવાડી મસાલેદાર વઘારેલી ખીચડી બનાવવાની રીત