Masala Khichdi Recipe:કાઠીયાવાડી મસાલેદાર વઘારેલી ખીચડી બનાવવાની રીત


By Vanraj Dabhi20, Mar 2025 11:51 AMgujaratijagran.com

વઘારેલી ખીચડી

આ એક સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસીપી છે અને તેને બનાવવી પણ એકદમ સરળ છે, આ રીતે તમે ઘરે બનાવી શકો છો.

સામગ્રી

ચોખા, ચણાની દાળ, મગદાળ, તુવેરદાળ, બટેટા, ગાજર, લીલા વટાણા, હળદર પાવડર, ઘી, તેલ, રાઈ, જીરું, હિંગ, તમાલપત્ર, સૂકા લાલ મરચા, ડુંગળી, ટામેટા, લસણ કળી, આદુ, મરચું પાવડર, લીલું મરચું, મીઠા લીમડાના પાન, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર.

સ્ટેપ- 1

સૌ પ્રથમ દાળ ચોખાને એક બાઉલમાં ધોઈ સાફ કરીને પાણીમાં થોડીવાર પલાળી દો.

સ્ટેપ- 2

હવે એક કૂકરમાં પાણી ગરમ કરીને તેમા હળદર,મીઠું,સમારેલા શાકભાજી અને દાળ-ચોખા ઉમેરી 2-3 સીટી વાગે ત્યાં સુધી પકાવો.

સ્ટેપ- 3

હવે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં રાઈ,જીરું,તમાલપત્ર વગેરે મસાલા અને ડુંગળી ઉમેરીને વઘાર કરી લો.

સ્ટેપ- 4

હવે પ્રેશર કૂકરમાંથી હવા નિકળી જાય પછી ઢાંકણ ખોલીને ચમચાની મદદથી હલાવીને મિક્સ કરો.

સ્ટેપ- 5

હવે વઘાર કરેલ પેનમાં આ ખીચડી ઉમેરીને બરાબર મિક્સ કરો.

ગાર્નિશ કરો

હવે તેહવે તેના પર કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.ના પર કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Piyush Drink Recipe: બાળકોને તાજગી આપનારું પીયૂષ ડ્રિંક ઘરે કેવી રીતે બનાવવું? જાણો રેસીપી