આલુ પરોઠાએ એક સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો છે, આ રેસીપી તમે ઘરે સરળતાથી બનાવી શકો છો.
ઘઉંનો લોટ, મીઠું, પાણી, બાફેલા બટેટા, લીંબુનો રસ, માખણ, લાલ મરચું પાવડર, ધાણાજીરું, આદુ-મરચાની પેસ્ટ, કોથમીર, ઘી.
સૌ પ્રથમ એક કાથરોટમાં ઘઉંનો લોટ, તેલ, મીઠું અને થોડું થોડું પાણી નાંખીને રોટલી જેવો નરમ લોટ બાંધી લો.
હવે એક બાઉલમાં બાફેલાં બટાકાની મેશ તૈયાર કરી તેમાં સમારેલું લીલું મરચું,લાલ મરચું પાઉડર,છીણેલું આદું,ગરમ મસાલો,ખાંડ,લીંબુનો રસ અને મીઠું નાંખો.
મિશ્રણને બરાબર મિક્સ કરીને તેના એક સરખાભાગના ગોળ ગોળ લૂઆ બનાવી લો.
હવે ઘઉંનો લોટમાંથી લૂઓ લઈને સૂકા લોટ છાંટીને પાટલાં ઉપર ગોળ આકારમાં વણી તેના પર મસાલાનો લૂઓ મૂકીને ચારેબાજુથી વાળીને ફરીથી વણી લો.
હવે એક તવાને મધ્યમ આંચ પર ગરમ કરીને તેલ લગાવીને પરોઠાને તવા ઉપર મૂકીને બંન્ને બજુ શેકી લો.
એક પ્લેટમાં કાઢો અને તેની ઉપર માખણ લગાવીને તમે ટમેટાનાં રાયતાં અને અથાણાની સાથે સર્વ કરી શકો છો.