Gol Keri Athanu: ઉનાળામાં ઘરે બનાવો ગોળ કેરીનું પરફેક્ટ અથાણું


By Vanraj Dabhi08, May 2025 12:48 PMgujaratijagran.com

ગોળ કેરીનું અથાણું

ઉનાળામાં ભોજન સાથે કાચી કેરીનું અથાણું દરેકને ખાવું પસંદ હોય છે પરંતુ તે ઘણીવાર પરફેક્ટ બનતું નથી,ચાલો જાણીએ તેની રેસીપી.

સામગ્રી

કાચી કેરી, ગોળ, મીઠું, હળદર પાઉડર, મરચું પાઉડર, તજ, લવિંગ, એલચી, શેકેલું જીરું.

સ્ટેપ-1

સૌ પ્રથમ કાચી કેરીની છાલ ઉતારીને ઝીણી સમારી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં સમારેલી કાચી કેરી તેમાં મીઠું,હળદર,મરચું પાવડર નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં ગોળ ઉમેરીને મિક્સ કરીને એક ગેસ પર એક કડાઈમાં ગરમ કરો.

સ્ટેપ-4

હવે તે સારી રીતે પાકી જાય પછી તેમાં શેકેલ જીરું,તજ,લવિંગનો ભુકો નાખીને મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે કાચી કેરીનું અથાણું તમે ભોજન સાથે સર્વ કરી શકો છો.

પાકિસ્તાન વિશેની આ ખાસ વાતો તમે નહીં જાણતા હોય