શિયાળામાં ભોજન સાથે કેરીનો છૂંદો તો તમે ખાધો હશે, પરંતુ તમે ક્યારેય આમળાનો છૂંદો નહીં ટ્રાય કર્યો હોય, નોંધી લો રેસીપી.
આમળા, ખાંડ, તેલ, તજ, લવિંગ, ઇલાયચી, કાજુ-બદામ, મીઠું,શેકેલા જીરું પાઉડર, લાલ મરચુ પાઉડર, મરી પાઉડર.
સૌ પ્રથમ આમળાને ધોઈ સાફ કરી બીજ કાઢીને છીણી લો.
હવે પેનમાં તેલ ગરમ કરી તેમાં તજ, લવિંગ, ઇલાયચી, કાજુ બદામ, નાખી બરાબર સાંતડી લો.
હવે તેમાં આમડાનું છીણ અને ખાંડ નાખી બરાબર મિક્સ કરી લો.
ધીમા તાપે સતત હલાવતા રહો ખાંડ ઓગળે એટલે તેમાં જીરું અને મરી પાઉડર નાખી બરાબર મિક્સ કરો.
મિશ્રણ એકદમ ઘટ થાય પછી તેમાં લાલ મરચું પાઉડર મિક્સ કરો.
તૈયાર છે સ્વાદિષ્ટ આમળાનો છૂંદો તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.