ગ્રેહામ બેલે 2 જૂન 1875ના રોજ ટેલિફોનની શોધ કરી હતી, તેમાં તેમને ટોમસ વૉટસનની મદદ મળી હતી.
ગ્રેહામ બેલ ટેલિફોન પર વાત કરતી વખતે અહો (Ahoy)નો ઉપયોગ કરતાં હતા, જેનો અર્થ પણ અભિવાદન થતો હતો.
તેનો અર્થ એ થાય છે કે ગ્રેહામ બેલ હેલ્લો શબ્દ બોલતા ન હતા. તો પછી આ શબ્દ ક્યાંથી આવ્યો.
ઓક્સફોર્ડ ઈંગ્લિશ ડિક્સનરી પ્રમાણે Hello શબ્દ જૂનો જર્મન શબ્દ હાલાથી બનેલો છે. તે જૂના જર્મન શબ્દ હોલાથી આવ્યો છે.
હોલાનો અર્થ થાય છે કેમ છો. આ શબ્દ સમય સાથે બદલાતો ગયો
વર્ષ 1877માં જ્યારે થોમસ આલ્વા એડિશને બલ્બની શોધ કરી ત્યારે હેલ્લો બોલવાની દરખાસ્ત કરવામાં આવેલી
આ માટે તેમણે પિટ્સબર્ગની સેન્ટ્રલ ડિસ્ટ્રીક્ટ એન્ડ પ્રિન્ટીંગ ટેલિગ્રાફ કંપનીના અધ્યક્ષ ટીબીએ સ્મિથને પત્ર લખ્યો.