Bharela Ringan Nu Shaak: ભરેલા રીંગણાનું શાક બનાવવાની રીત


By Vanraj Dabhi15, Nov 2024 10:59 AMgujaratijagran.com

ભરેલા રીંગણાનું શાક

રીંગણાનું શાક તો તમે ખાધુ જ હશે, આજે અમે તમને ભરેલા રીંગણાનું શાક બનાવવાની રેસીપી જણાવીશું.

સામગ્રી

રીંગણા , બેસન, શેકેલ સીંગદાણા, શેકેલ સફેદ તલ,સૂકા નારિયળનું છીણ, ધાણા જીરું, લાલ મરચું પાઉડર, હળદર, આમચૂર, ગરમ મસાલો, ખાંડ, લસણ મરચાની પેસ્ટ, કોથમરી, રાઈ-જીરું, હિંગ, લીલા મરચાં, મીઠો લીમડો, તેલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ રીંગણાને ધોઇને સાફ કરી છરી વડે કાપા કરી લો.

સ્ટેપ-2

હવે મિક્સર જારમાં શેકેલા સીંગદાણા, શેકેલા તલ નાખી પીસી લ્યો.

સ્ટેપ-3

હવે એક કડાઈમાં બેસનને હળવો શેકીને એક વાસણમાં કાઢી લ્યો.

સ્ટેપ-4

હવે બેસનના બાઉલમાં પીસેલ સીંગદાણા, તલ, લાલ મરચું, ધાણા જીરું, હળદર, આમચૂર, ખાંડ,મીઠું,લસણ મરચાની પેસ્ટ, કોથમરી ઉમેરીને મિક્સ કરી લ્યો.

સ્ટેપ-5

હવે કાપા કરેલ રીંગણામાં સ્ટફિંગ ભરી અને એક પેનમાં તેલ ગરમ કરી વઘાર કરી લ્યો.

સ્ટેપ-6

હવે બધા ભરેલા રીંગણા ઉમેરીને 5 મિનિટ સુધી પકાવી લ્યો.

સર્વ કરો

તૈયાર છે ભરેલા રીંગણાનું શાક તમે બાજરાના રોટલા સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Gujarati Khichu Recipe: બ્રેકફાસ્ટ માટે ઇન્સ્ટન્ટ ગુજરાતી ખીચુ રેસીપી