દરેક લોકોને શિયાળામાં મેથી મુઠીયા રેસીપી ખૂબ પસંદ હોય છે, ગુજરાતી લોકો માં ખૂબ જ લોકપ્રિય છે. તે તળીને બનાવવામાં આવે છે અને નાસ્તા તરીકે ચા કે કોફી સાથે પીરસવામાં આવે છે તે ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.ચાલો જાણીએ સરળ રેસીપી.
સમારેલી મેથી,ઘઉંનો લોટ,ચણાનો લોટ,રવો,આદુની પેસ્ટ,લીલા મરચાની પેસ્ટ,લાલ મરચું પાવડર,હળદર,હિંગ,ખાંડ,ગરમ મસાલો,મીઠું સ્વાદ અનુસાર,તળવા માટે તેલ.
મેથીના મુઠીયા બનાવવા માટે બધી વસ્તુને એક વાસણમાં લઈને એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને મુઠીયાનો લોટ બાંધી લો.
હવે હાથને તેલવાળા કરીને એમાંથી ગોળ અથવા લંબગોળ કોઈપણ પ્રકારના આકારના મુઠીયા બનાવી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને મુઠીયા ઉમેરી મીડીયમ તાપે બ્રાઉન કલરના તળી લો.
હવે તળેલા મેથી મુઠીયા ચા કે કોફી સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.