Garlic Paratha Recipe: ચીલી ગાર્લિક લચ્છા પરાઠાની પરફેક્ટ રીત


By Vanraj Dabhi18, Jan 2025 11:55 AMgujaratijagran.com

ચીલી ગાર્લિક લચ્છા પરાઠા

લચ્છા પરાઠાએ ઘઉંના લોટ માંથી બનતા લેયર વાળા પરાઠા છે. તેની બનાવવાની રીત એકદમ અલગ હોય છે, આ વાનગી લંચ, બ્રેકફાસ્ટ કે ડીનરમાં ટ્રાય કરી શકો છો.

સામગ્રી

ઘઉંનો લોટ, ચીલી ફ્લેક્સ, અજમો, લસણની પેસ્ટ, કોથમીર, ઘી અથવા બટર, મીઠું, તેલ, પાણી.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક બાઉલમાં લોટ,ચીલી ફ્લેક્સ,અજમો,લસણની પેસ્ટ અને કોથમરી ઉમેરી તેને બરાબર મિક્સ કરીને લોટ બાંધી લો.

સ્ટેપ- 2

હવે બાંધેલ લોટમાંથી લૂઆ બનાવીને એક રોટલી વણી તેની પર બનાવેલું ગાર્લિક બટર લગાવી બરાબર સ્પ્રેડ કરો.

સ્ટેપ- 3

હવે તેના પર ઘી કે બટર લગાવીને ચીલી ફ્લેક્સ,કોથમરી ગાર્નિસક કરો પછી પરાઠાના કાપાની જેમ વાળીને ફરીથી તેનો લૂઓ બનાવો.

સ્ટેપ- 4

હવે તેના પર કોરો લોટ છાંટીને ફરીથી વણીને ગરમ તવા પર બટર કે ઘી લગાવી બંને બાજુ સરસ શેકી લો.

સર્વ કરો

તૈયાર છે ગાર્વિક લચ્છા પરઢા તમે તેને ગરમાગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Carrot Pickle Recipe: ગાજરનું અથાણું બનાવવાની રીત