Gujarati Adadiya Pak: શિયાળામાં ઘરે બનાવો પરફેક્ટ અડદિયા પાક


By Vanraj Dabhi29, Nov 2024 11:42 AMgujaratijagran.com

અડદિયા પાક

શિયાળામાં દરેક લોકોને અડદિયા પાક ખાવો પસંદ હોય છે, પરંતુ તે ઘરે પરફેક્ટ બનતો નથી, નોંધી લો આ રેસીપી.

સામગ્રી

અડદનો લોટ, ઘી, ગોળ, કાજુ-બદામ,સૂકા નારિયેળનું છીણ, સૂંઠ પાવડર, ગોંદ.

સ્ટેપ- 1

એક કડાઈમાં ઘી ગરમ કરો અને પછી તેમાં અડદનો લોટ ઉમેરીને મિક્સ કરી લો, પછી તેને સતત હલાવતા રહો.

સ્ટેપ- 2

જ્યારે લોટ સોનેરી થઈ જાય ત્યારે તેમાં ગોંદના ટુકડા ઉમેરો અને જ્યાં સુધી તે ફૂલી ન જાય ત્યાં સુધી મિક્સ કરો અને ગેસ બંધ કરી દો.

સ્ટેપ- 3

હવે તેમાં કાજુ, બદામ પાવડર અને સૂંઠ પાવડર, છીણેલું નાળિયેર ઉમેરી અને મિક્સ કરો.

સ્ટેપ- 4

હવે બીજી કડાઈમાં ગોળ અને ઘી નાખીને તેને ગરમ કરો, જ્યારે તે થોડું ઉકળે, પછી ગેસ બંધ કરો અને તેને લોટના મિશ્રણમાં ઉમેરો.

સ્ટેપ- 5

હવે બધી વસ્તુને સરખી રીતે હલાવીને મિક્સ કરો અને તેને ગ્રીસ કરેલી પ્લેટમાં કાઢીને ફેલાવો.

સ્ટેપ- 6

જો તમે ઇચ્છો તો તેના ટુકડા કરો અને તેને ડબ્બામાં ભરી લો. જ્યારે ઇચ્છો ત્યારે ખાવ.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Amla Juice Recipe: આમળાનો જ્યુસ બનાવવાની રીત