શિયાળાની ઋતુમાં બજારમાં આમળા ખૂબ જ જોવા મળતા હોય છે, આમળાનો જૂયસ પીવાથી શરદીથી પણ બચી શકાય છે.
આમળા, મીઠું, આદુ, ફુદીનાના પાંદડા, જીરું, પાણી, મરી પાઉડર, સંચળ પાઉડર, લીંબુનો રસ.
સૌ પ્રથમ આમળાને ધોઈ સાફ કરી તેની અંદરના બીજ કાઢી ઝીણા ટુકડા કરી લો.
હવે એક મિક્સર જારમાં આમળાના ટુકડા, મીઠું, આદુ, ફુદીનાના પાંદડા, જીરું, પાણી ઉમેરીને ગ્રાઈન્ડ કરી લો.
હવે તેમાં ગોળ અને થોડું પાણી ઉમેરીને ફરીથી ગ્રાઈન્ડ કરી લો.
હવે તૈયાર થયેલ મિશ્રણને એક બાઉલમાં ગરણી વડે ગાળી લો.
હવે તેમાં મરી પાઉડર, સંચળ પાઉડર, લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરી લો.
તૈયાર છે આમળાનો જ્યુસ તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.