Gujarati Kadhi Recipe:સ્વાદિષ્ટ ગુજરાતી કઢી બનાવવાની યુનિક રીત


By Vanraj Dabhi06, Mar 2025 10:37 AMgujaratijagran.com

કઢી રેસીપી

દરેક ગુજરાતી લોકોને કઢી ખૂબ જ પસંદ હોય છે, આજે અમે તમને કાઠિયાવાડી કઢીની રેસીપી જણાવીશું.

ગુજરાતી કઢી

કાઠીયાવાડમાં સાંજે વાળુ ટાણે એટલે કે ડિનમાં ખાટીમીઠી ગુજરાતી કઢી, બાજરીના રોટલા, ખીચડી ,પાપડ અથાણાં વગેરે ભોજન પીસરવામાં આવે છે, તમારે કાઠિયાવાડી સ્ટાઇલમાં ઘરે કઢી બનાવવી હોય તો નોંધી લો આ સરળ રીત.

સામગ્રી

2 વાટકી ખાટું દહીં,2 ચમચી ચણાનો લોટ,2 ગ્લાસ પાણી,1 વાટકી ગોળ,1 ચમચી મરચાની પેસ્ટ,1 ચમચી આદુની પેસ્ટ,1/2 ચમચી હળદર,1/4 ચમચી હિંગ,10 દાણા મેથી,1/2 ચમચી રાઈ અને જીરું,10 પાન મીઠો લીમડો,1 ચમચી સમારેલી કોથમીર,મીઠું સ્વાદ અનુસાર.

સ્ટેપ- 1

એક બાઉલમાં દહીં અને ચણાનો લોટ લઈ તેમાં થોડું પાણી અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ- 2

એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં મેથીના દાણા, રાઈ, જીરુંને સાંતળી લો.

સ્ટેપ- 3

હવે તેમાં હિંગ, આદું,મરચાં, લીમડાના પાન નાખીને સાંતળીને હળદર નાખીને કઢીનો વઘાર કરી લો.

સ્ટેપ- 4

હવે પછી તેમાં ગોળ નાખીને બરાબર ઉકળવા દો.

સર્વ કરો

હવે નીચે ઉતારી લો અને ગરમાગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક- શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Methi Puri Recipe: ઘઉંના લોટ અને મેથી વડે ઘરે બનાવો પરફેક્ટ ફરસી પુરી