Aloo Tikki Recipe: હોમ મેઈડ આલુ ટિક્કી


By Vanraj Dabhi24, Dec 2024 02:54 PMgujaratijagran.com

આલુ ટિક્કી

આલુ ટિક્કી તો દરેક લોકોએ ખાધી જ હશે, આજે અમે તમને આલુ ટિક્કી ઘરે બનાવતા શીખવીશું.

સામગ્રી

બાફેલા બટાકા, મકાઈનો લોટ, લીલા મરચા, આદુની પેસ્ટ, મીઠું, લીંબુનો સર, કાજુ, સોજી, કોથમીર.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં બાફેલા બટાકાનું છીણ, આદુ-મરચાની પેસ્ટ, મીઠું, મકાઈનો લોટ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-2

હવે તેમાં કોથમરી અને અડધા લીંબુનો રસ ઉમેરીને ફરીથી મિક્સ કરો.

સ્ટેપ-3

હવે હાથમાં થોડુ તેલ લગાવીને મિશ્રણમાંથી નાના નાના બોલ બનાવીને ટિક્કી જેવો આકાર આપો.

સ્ટેપ- 4

હવે એક નોન સ્ટીક પેનમાં એક ચમચી તેલ ઉમેરી બધી ટિક્કીને બંને બાજુ શેકી લો.

સ્ટેપ-5

હવે એક પ્લેટમાં આલુ ટિક્કી મૂકી તેની ઉપર શેકેલું જીરું પાવડર, સંચળ, લાલ મરચું પાઉડર અને ચટણી ગાર્નિશ કરો.

સર્વ કરો

તૈયાર છે આલુ ટિક્કી તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Medu Vada Recipe: ઇન્સ્ટન્ટ મેંદુ વડાની પરફેક્ટ રેસીપી