હોળીના તહેવાર પર દરેક લોકો વિવિધ રેસીપી ટ્રાય કરતા હોય છે, તમે આ હોળી પર મલાઈદાર બાસુંદી ટ્રાય કરી શકો છો, નોંધી લો રેસીપી.
દૂધ, એલચી, ખાંડ, ડ્રાય ફ્રૂટ.
સૌ પ્રથમ એક કડાઈમાં દૂધ નાખીને મધ્યમ તાપ પર ગરમ કરી લો.
દૂધ અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળતા રહો અને તેને ક્યારેક-ક્યારેક ચમચી વડે હલાવતા રહો.
હવે તેમાં એલચી પાવડર અને ખાંડ ઉમેરીને મિક્સ કરી લો.
હવે ગેસ બંધ કરી તેને સર્વિંગ બાઉલમાં કાઢીને બદામ-પિસ્તાના ટુકડા અને કેસરથી ગાર્નિશ કરો.
તૈયાર છે બાસુદી તમે તમારી પસંદગી મુજબ તેને ગરમ કે ઠંડુ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.