પેંડા તો દરેક લોકોએ ખાધા હશે પરંતુ કાઠિયાવાડના પ્રખ્યાત થાબડી પેંડા યુનિક રેસીપી છે, હોળી માટે થાબડી પેંડાની રેસીપી નોંધી લો.
દૂધ, ફટકડી, કાજુ, બદામ, એલચી પાઉડર, ખાંડ.
સૌ પ્રથમ બધા ડ્રાય ફ્રૂટ્સને ઝીણા સમારી એક બાઉલમાં રાખો.
હવે એક કડાઈમાં દૂધ ગરમ કરો.
હવે તેમાં ખાંડ નાખીને સારી રીતે ઓગાળી લો.
હવે દૂધ ફાટીને બળવા લાગે ત્યાં સુધી હલાવતા રહીને પકાવો.
હવે મિશ્રણ ઠંડુ થાય એટલે હાથ પર ઘી લગાવીને પેંડા બનાવી લો.
હવે થાબડી પેંડા પર સમારેલા ડ્રાય ફ્રૂટ્સ વડે ગાર્નિશ કરી લો
તૈયાર છે કાઠિયાવાડના ફેમસ થાબડી પેંડા તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.