Thandai Recipe: હોળી સ્પેશિયલ ઠંડાઈ મસાલા ઘરે બનાવો, નોંધી લો રેસીપી


By Vanraj Dabhi09, Mar 2025 09:52 AMgujaratijagran.com

હોળીનો તહેવાર

સમગ્ર દેશમાં હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે, હોળી પર તમે ઘરે આવતા મહેમાનો માટે વિવિધ રેસીપી બનાવવાનું વિચારી રહ્યા છો.

રંગોનો તહેવાર

હોળીની ઉજવણી લોકો રંગબેરંગી કલર ઉડાવીને મજા માણતા હોય છે. ત્યારે હોળીની ઉજવણીમાં વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ ઠંડાઈ બનાવી શકો છો.

ઠંડાઈ મસાલા

હોળી સ્પેશિયલ સ્વાદિષ્ટ ઠંડાઈ ઘરે જ બનાવાની યુનિક રેસીપી આજે અમે તમને જણાવીશું.

સામગ્રી

દૂધ, કાજુ, બદામ, પિસ્તા, તરબૂચના બીજ, ખસખસ, કાકડીની બીજ, કેસર, વરિયાળી, ખાંડ, મરી, જાયફળ પાઉડર, તજ પાઉડર.

સ્ટેપ-1

સૌ પ્રથમ બદામ, પિસ્તા, તરબૂચના બીજ, ખસખસ, કાકડીની બીજ, વરિયાળી, મરી વગેરે વસ્તુઓને 2 કલાક પાણીમાં પલાળી દો.

સ્ટેપ-2

હવે એક પેનમાં ક્રિમ વાળુ દૂધને ઉકાળવા માટે મુકો.

સ્ટેપ-3

હવે એક મિક્સર જારમાં પલાળેલી બદામ, પિસ્તા, તરબૂચના બીજ, કાકડીની બીજ, વરિયાળી, મરીમાંથી પાણી કાઢી ઉમેરીને સ્મૂથ પેસ્ટ બનાવી લો.

સ્ટેપ-4

હવે દૂધમાં થોડી થોડી ઠંડાઈની પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-5

હવે ઠંડાઈને ઠંડી થવા દો અને પછી ઠંડી થવા માટે ફ્રિજમાં મુકો.

સર્વ કરો

તૈયાર છે હોળી સ્પેશિયલ ઠંડાઈ મસાલા તમે બરફ ઉમેરીને સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગેમ તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Masala Dosa Recipe: મૈસુર મસાલા ઢોસા બનાવવાની પરફેક્ટ રીત