ચાનો મસાલો બજારમાં મળતો હોય છે, તમે બજાર જેવો જ ચાનો મસાલો ઘરે બનાવવો હોય તો, આ રેસીપી ટ્રાય કરો.
સૂંઠ, તજ, લવિંગ, એલચી, જાવંત્રી ફૂલ, જાયફળ.
સૌ પ્રથમ સૂંઠના નાના નાના ટુકડા કરી લો.
હવે એક મિક્સર જારમાં સૂંઠના ટુકડા,તજ, લવિંગ, એલચી ઉમેરો.
હવે તેમાં જાવંત્રી ફૂલ અને અડઢુ જાયફળ નાખીને ગ્રાઈન્ડ કરી લો.
હવે એક મોટા વાસણમાં લોટ ચાળવાના આંક વડે ચાળી લો.
તૈયાર છે ચા નો મસાલો, તમે તેને કાચની બરણીમાં સ્ટોર કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.